રોમેન્ટિક પ્રેમ ગઝલ : તુજ આંખો માં ડૂબી ગયો
_______________
જતો હતો મહાસાગર તરવાને અને લહેરો માં જ ભમી ગયો,
નજરો મળી નજરો થી ને , હું તુજ આંખો
માં ડૂબી ગયો.
રમતો હતો આસમાન માં કાળા વાદળો બની,
નીચે તને વહેતી જોઈ મેઘ બની હું વરસી ગયો.
બાગ ની સુગંધમાં ભમતો હતો હું ભમરો બની,
જોઈ તુજ ને ખીલેલું ગુલાબ , રોમાન્સ માં હું તુજ ને ચૂમી ગયો.
સવારે જતો હતો હું મંદિરે, પ્રભુ નાં દર્શન કરવા,
તું અધ વચ્ચે રસ્તા માં મળી ગઈ , ને જોઈ તુજ ને હું નત મસ્તકે ઝૂકી ગયો.