Gujarati Quote in Poem by Hardik Prajapati

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ રાત્રે
આંખો અને પાંપણો
વચ્ચે સફળ સંસર્ગ થયેલો.
અને આંખો ને ગર્ભ રહી ગયેલો સપનાં નો!
માના પેટ માં બચ્ચું આકાર લે
બસ એમ જ સપનું વિકસવા લાગ્યું આંખો માં...
આંખો ને મીઠા ગલગલીયા પણ થયા!
ત્યાં અચાનક પોપચાં ફડકયાં.
હાથે થી આંખો ને પસવારી પણ ખરી.
ત્યાં જ આંખો થી નીકળ્યું પાણી.
સફેદ શ્વેતપટલ લાલ લાલ થયી ગયો.
આંખો ખુલી ગયી
અને
ફરી એક વાર
કસમયે
ગર્ભપાત થયી ગયો એક સપનાંનો!

Gujarati Poem by Hardik Prajapati : 111517593
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now