અલ્હા, ઈશુ અને રામ એક જ રહ્યા.
છતાં મંદિર માં પણ કેટલાય ભેદ રહ્યા.
ધર્મના નામે ધૂણી ધખાવી લોકોને લૂંટતા રહ્યા.
છતાં અંધ બની ભક્ત ખોબે ખોબે દેતા રહ્યા.
તું પણ ખરો છે , માલિક રૂપિયા વાળની રિશ્વત
લેતો રહ્યા.
અને અમે કલાક લાઇનમાં ઊભા રહ્યા
ને તો પણ તારા દર્શન ન થયાં.
યથાવત છે "સ્મિત " તારું
હું એને જોઈને મલકાતો રહ્યો.
પ્રતાપ સોલંકી "સ્મિત"