નથી ફાવતા અમને કાવાદાવા
છીએ અમે માનવ સાધારણ
હા અમે પણ બની શકીએ છીએ તમારા જેવા અસાધારણ
પણ શા માટે બન્યે અમે તમારા જેવા
જેવા છીએ તેવા જ રહેવું છે અમારે..... Bindu 🌺
કરવું છે બસ દરેક કાર્ય નિષ્ઠાથી
હા કોઈને બતાવવા માટે નથી કરતા
ઈશ્વર પણ જુવે છે દરેક નું કાર્ય
તમને બતાવવા કે દઝાડવા નથી કરતા
ગમે છે જે કાર્ય અને મળે છે જેના થી સંતોષ
બસ ડુબી જઈએ છીએ એ કાર્ય કરવા
નથી ફાવતા અમને કાવાદાવા.....