Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાળપણ પગલાં ભરે છે.....

એક લાગણી સાથે બાળપણમાં પગલાં ભરતું બાળક, ખૂબ મને ગમી ગયું. આમ તો મારા ગામના ઘણા નાના નાનાં છોકરા છે, ઘણા મારી મોટી આંખો જોઈ ડરી પણ જાય છે. કોઈ નજીક નથી આવતું બાળક, ત્યારે એને ટેડવા માટે કે એને રમાડવા માટે અનેક પેતરા કરવા પડે છે. બાળક તો આખરે બાળક જ છે ને, માતા પિતાના વ્યવહારની અસર એની પર થતી જ હોઈ છે.

એવું જ એક બાળક, પિતા પ્રેક્ટિકલ, અને માતા લાગણીશીલ. પિતાનું રૂપ અને માતાનો સ્વભાવ લઈ બાળક પોતાની નાજુક ભાષામાં બોલે ત્યારે એવું લાગતું જાણે બોલ્યા જ કરે, એક નિર્દોષ સવાલ કરતું બાળક, એ જ સવાલ ને પોતાના વિકસતા વિચારોમાં બોલતું બાળક. ઝીણી આંખો અને ગોરો રંગ, સિલ્કીવાળ, ગોળ ચહેરો, જ્યારે સામે આવે ત્યારે એમ થાય કે આને તેડીને રમાંડ્યાં કરું ખૂબ વહાલ કરું.

પિતા પોતાના જોબ પર હોઈ અને બાળક પોતાની માતા પાસે વધુ સમય પસાર કરે ત્યારે સ્વાભાવિક રીતે માતાનો પ્રભાવ વધુ પડે. લાગણીથી તરબોળ માતા જ્યારે પોતાના સંતાનને વહાલ કરવામાં કોઈ ઉણપ ન રાખે ત્યારે બાળકમાં પણ લાગણીશીલ સ્વભાવનો જન્મ થતો હોય છે. ક્યારેક તોફાનો ચડે, ક્યારેક પોતાની કાલીઘેલી ભાષામાં માતા જોડે સંવાદ કરે, "મમા હું હવે તોફાન નહિ કરું, તમને પરેશાન નહિ કરું હો, હું તમારા ડાહ્યો દીકરો છું ને...".

એટલો જ પ્રેમ પિતાને પણ પોતાના સંતાન પર હોઈ છે. જોબ પરથી દિવસ ભરની થકાન સાથે આવતો બાપ, પહેલા જ પ્રશ્ન કરે "મારો દીકરો ક્યાં.." અને રમકડે રમતો અંશ તરત જ દોડતો આવે અને કહે "ડેડી ચાલો બહાર બગીચે જવું છે..." દીકરાના એટલા શબ્દ સાંભળી એક પિતાનો થાક ઉતરી જાય. બાળક સાથે બગીચામાં એ જ સ્થિતિમાં રમવા જતા રહે. એકપણ બાબતની ઉણપ ન આવે એની તકેદારી રાખતા.

જ્યારે આવા બાળકને જોવું ત્યારે દુનિયામાં બનતા અનેક લાગણીહીન બનાવો, અમાનવીય કૃત્યો થોડીવાર માટે વિસરી મગજને થોડી શાંતિનો અહેસાસ થાય એ અનુભૂતિ કરતો હોવું છું. જ્યારે પણ સમાજના અટપટ્ટા બંધારણમાં ગુંચવાય જવું છું ત્યારે એ બાળકની એક નિર્દોષ મુસ્કાન રાહનો શ્વાસ આપતી હોય છે. દેશના તમામ ઘરમાં આવા બાળક નો જન્મ થાય એવી જ એક આશા રહેશે....

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111516812
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now