*કયાંક કોઈ એક એવું,*
*પારકુ હોવું જોઈએ.*
*જે નથી આપણું છતાંય,*
*આપણું હોવું જોઈએ.*
*નામ વગરના સંબંધ માં પણ,*
*એવું એક નામ હોવું જોઈએ.*
*એનો હાથ પકડી બેસવું છે,*
*એમ આપણું મન કહેવું જોઈએ.*
*નથી જ જોઈતું કશું જ મારે,*
*તારી પાસેથી દોસ્ત.*
*બસ તારા ચહેરા પર,*
*નિમૅળ હાસ્ય હોવું જોઈએ.*
*આવું કહેનાર કોક તો,*
*જીવનમાં હોવું જોઈએ.*
*જે નથી આપણું છતાંય,*
*કોઈ આપણું હોવું જોઈએ.*