શરૂઆત ક્યાંથી કરું એ સમજાતું નથી,
તારા રૂપનું હું શું વર્ણન કરું
રંગમાં તો તને ગણ્યો ગણાય નહિ,
તારા કંઠનુય હું શું વર્ણન કરું?
તારા પિચ્છ જોઈ તારાથી વધારે સાંભરે શામળો,
એવાં મારા પ્રેમનું હું શું વર્ણન કરું.
એ ગગનભેદી કંઠે ગાવાનું તું રહેવા દે,
મારી તરસનું હું શું વર્ણન કરું?
krishna.