વિચારું છું મને ફરિયાદ શાની છે,
પ્રણયનાં દર્દની પ્યારી કહાની છે.
નયન ભીના કદી તારા નહીં થાશે,
મહોબ્બતમાં તને આપી જબાની છે.
હવે તકદીરમાં તું આવ જલ્દીથી,
અમારા હાથમાં તારી નિશાની છે.
તમે આવો અગાસીમાં તો લાગે કે,
બગીચામાં અસર તાજી હવાની છે.
“પ્રશાંત” જલ્દી બધી વાતો કહી દેજે,
સમય વીતે તરત પાછી જવાની છે.
......પ્રશાંત સોમાણી