ગઝલનું આધિપત્ય
ગઝલ જ્યારથી સ્વર્ગ પધારી ,
ત્યારથી ઇન્દ્રે નજર બગાડી !
નયન ઉર અંતરમાં નિરંતરી ,
ઇન્દ્રે આંખે કાજળ લગાવી !
પટરાણીઓની થઈ ગઈ છૂટી ,
ગઝલ સાથે ય પ્રીત રચાવી !
જોતા જ મોહી ગયા ઇન્દ્ર ,
હળવે હાથે આરતી ઉતારી !
સૂર્ય દેવ નું તપતું તેજ ,
ગઝલની ચાલે મારી મેખ !
શોભા હતી જે નૃત્ય ગાનની ,
સ્થાને ગઝલ ને વધાવી !
જાણ થઈ કે આવ્યા દોડી ,
નારાયણ નારાયણ પુકારી !
રૂપ સુંદર કાયા ચંદન ,
અંગે અંગે ટપકે યોવન !
જોઈ જાણી ઓળખી ગઝલ ,
નારદજી સાવ થયા ચંચલ !
દેવગણો દેખી થયા ચકિત ,
ઇન્દ્ર આંખે ચાલ્યું તીર !
નારાયણ નારાયણ કરતાં ,
ગયા નારદ માયા રચતા !
માયા રચી એવી રૂપાળી ,
દેવગણ ને મોહ ઉપજાવી !
તું કોણ અને હું કોણ વરી ,
તું - તું મેં - મેં વારી કરી !
આખરે તો નારદજી ફાવ્યા ,
ગઝલ નો સંગાથ પામ્યા !
ગઝલ નિત ચંચલ નીકળી ,
ગઈ ધરતી એ ભાન ભુલાવી !
એવાજ હાલ માણસના થયા ,
જે મોહ ને દેવો વળ્યા !
ત્યારથી આજ સુધીનો સંબંધ ,
સ્વર્ગ પૃથ્વી નો અ ક બં ધ !
માત્રા મેળ છંદ માં લખવી કોશિશ કરી છે.
મનહર, હરિગીત , સૈવયા માં લખાય ગઈ છ