આડાઅવળા રખડવું નહી ને,
માસ્ક વગર ફરવું નહી.
જ્યાં ત્યાં નાસ્તા કરવા નહી ને,
સાબુથી હાથ ધોયા વગર ખાવુ નહી.
કોઈને હાથ મિલાવવા નહી ને,
નમસ્તે થી આગળ ગળે મળવું નહી.
રૂબરૂ મળવા કોઈને જવું નહી ને,
ખબર અંતર ફોન સિવાય પૂછવા નહી.
હું ગમે ત્યાં ફરું મેરી મરજી કેહવું નહી ને,
ટોળા વળી કયાય બેસવું નહી.
આડાઅવળા રખડવું નહી ને,
માસ્ક વગર ફરવું નહી.