એક બેહોશને હોશમાં લાવવાના તો ઘણાં ઉપાયો છે પણ જે બેહોશ હોવાનો ડોળ કરતા હોય એને ક્યારેય હોશમાં લાવી શકાતા નથી.
ઘણાં લોકો ઘણી બધી બાબતોમાં જાણે પોતાને કશી ખબર જ નથી એવો ડોળ કરતા હોય છે. બધુ જાણતા હોવા છતાં પણ અજાણ બની રહે છે. આવા લોકો બેહોશ બરાબર જ છે. આવા લોકો કયારેક કોઈને મુસીબતમાં મૂકી દે છે.
જ્યારે પોતાની પ્રગતિ માટે કામ કરતા હોઈએ ત્યારે બેહોશ બનીને જ કરવું યોગ્ય છે. આજુ બાજુ ધ્યાન આપવાથી કામમાં યોગ્ય ધ્યાન આપી ન શકાય. દરેક બાબતમાં કોણ શું કરે છે એવું ધ્યાન આપવાને બદલે આપણે શું કરીએ છીએ એ બાબતે હોશમાં રહીએ. પોતાનાં જ સમય માટે બેહોશ રહીશું તો ક્યારેય એ સમય પાછો લાવી શકાશે નહીં.
#બેહોશ
#બેહોશ