પ્રેમમાં ગાંડા થતાં જોયા છે માણસો,
તોય પ્રેમમાં પડતાં જોયા છે માણસો.
પ્રેમની હદ બનાવતા જોયા છે માણસો,
પ્રેમની હદ વટાવતાં જોયા છે માણસો.
લાગણી જોડે રમતા જોયા છે માણસો,
તો એને સાચવતા ય જોયા છે માણસો.
દુનિયા સામે લડતાય જોયા છે માણસો,
તો પ્રેમી જોડે હારતાંય જોયા છે માણસો.
Ankit Parmar...✍️