શરીરની ભાષામાં અનુવાદ ન થાય તેવો પ્રેમ ખરો?
શરીર પ્રેમના ગાણા ન ગાય તેવુ કોઈ ગીત ખરું?
દૈહિક પ્રેમ ને ઐહિક પ્રેમની વ્યાખ્યા શું આપું?
અનાદી કાળથી ખપતું નથી તે પ્રેમગીત શું આપુ?
સૌંદર્યશૃંગાર ને શરીરસુખની આરત કેંન્દ્રમાં રહી,
પ્રથમ પ્રેમનો શરીર અનુવાદ કર્યો વિમાસણમાં રહી
ઐહિક જ્ઞેય આત્મીય પ્રેમનો શુદ્ધ અનુભવ કરો
અંધાર દૂર કરો જીવનની જ્યોત પ્રકાશિત કરી.
#જ્યોત