Gujarati Quote in Blog by Neha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમની પરિભાષા સમજાવી મને
તું કેમ ચાલ્યો ગયો.
હુંફાળા સ્પર્શનો અર્થ સમજાવી મને
તું કેમ ચાલ્યો ગયો.
લાગણીઓ એટલે શું તે સમજાવી મને
તું કેમ ચાલ્યો ગયો.
મોહ અને પ્રેમ વચ્ચેનો ફર્ક સમજાવી મને
તું કેમ ચાલ્યો ગયો.
સંયમ અને સહનશીલતા સમજાવી મને
તું કેમ ચાલ્યો ગયો.
સંબંધોમાં રહેલી મીઠાશ સમજાવી મને
તું કેમ ચાલ્યો ગયો.
વિચારોના વમળમાં ભટકતી કરી મને
તું કેમ ચાલ્યો ગયો.
મઝધાર પર આમ સાવ એકલી મુકીને મને
તું કેમ ચાલ્યો ગયો.
જીવનમાં ખારાશ ઘોળી છોડીને મને
તું કેમ ચાલ્યો ગયો..... 😔😔 Neha

Gujarati Blog by Neha : 111515360
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now