ગીતા ૨-૪૨,૪૩,૪૪
यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः।
वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः॥
कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम्।
क्रियाविश्लेषबहुलां भोगैश्वर्यगतिं प्रति॥
भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसाम्।
व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते॥
અહીં પંડિતો ની વાત કહેવાય છે.જે ભોગવવામાં માને છે,વેદ નાં વાક્યો ને મનમાં રાખે છે પણ તે મુજબ નિર્વાહ કરતા નથી,જેના માટે સ્વર્ગ જ આખરી મંઝિલ છે, જેની વાણીમાં પ્રખરતા છે તથા જન્મ રુપી કર્મ ફળ ની નાની નાની ક્રિયા કરાવતા હોય છે.તેવા લોકો ઈશ્વર પ્રાપ્તિ કરી કે કરાવી શકતા નથી.
મહાભારત પછી આપણી માનસિકતા બગાડવામાં આવા તથાકથિત પંડિતો નો જ હાથ વધારે છે.ગુરુ શિષ્ય ની પરંપરા અદ્ભુત હતી, તેમાં ગુરુ પોતાનું સ્થાન છોડતી વખતે દરેક શિષ્યો ની આકરી પરીક્ષા કરતાં ત્યાર પછી જ શિષ્ય ને તેમનું સ્થાન આપતા પણ ત્યાર બાદ આ પરંપરાગત પરીક્ષા ન રહી અને દરેક શિષ્ય પોતાની વ્યક્તિગત ગ્રહણ શક્તિ પ્રમાણે જ્ઞાન ની વહેચણી કરવા લાગ્યા હતા.જેમને જ્ઞાન નો પ્રત્યક્ષ અનુભવ નહોતો તે પણ ભાષણ મા કુદી પડયા. વેદ, ઉપનિષદ, સંહિતા બધાનું અસ્તિત્વ માત્ર કર્મકાંડ પુરતું જ રહી ગયું અને જે ખરેખર જ્ઞાની હતા તે પણ ત્યાગ ની વાત કહેવા લાગ્યા.
આપણા શાસ્ત્રોનો એક પ્રકાર છે તંત્ર.. જેને આજકાલ black magic કહેવાય છે પણ તેમાં આપણી પરિભાષા કરતાં ઘણું વધારે છે.માનસિકતા બદલાઈ જતાં આપણી પાસે શાસ્ત્રો હોવા છતાં પણ કોઈ રસ ન રહ્યો.પાણિની, બ્રહ્મગુપ્ત,આર્યભટ્ટ,નારદ,કણાદ,પતંજલિ, ભારદ્વાજ ને આજે કોણ જાણે છે.વેદ, ઉપનિષદ, સંહિતા માત્ર ઈશ્વર કે ધર્મ ની જ વાત નથી કરતા તેમાં ઘણું વિજ્ઞાન પણ છે.