એક ઘરડા માબાપનો એક નો એક કુંવારો દીકરો જ્યારે આકસ્મિક મૃત્યુ પામે ત્યારે થતી કરૂણ વેદનાનું ચિત્ર...
આખરે તો તેની જીવન જ્યોત ખૂટી પડી,
તેની અતૃપ્ત ઈચ્છાઓને અચાનક લાત પડી.
પુનર્જીવન આપો પ્રભુ મરણની શું ખોટ પડી?,
તેના બુઢ્ઢા માંબાપને કાળી બેસહાય રાત પડી.
તેમના આંખનો દીપક બુઝ્યો ને થાય નિરાધાર
તે એક સહારો હતો તેનાં નિર્ધન માવતરનો
નહિ સહેવાય માંબાપને વિરહ શ્રવણ સમ પુત્રનો
માથું કુટી મરશે ગુનેગાર ગણશે તને આ પાપનો
#જ્યોત