અન્ય ને પ્રકાશ આપી એક છાના ખૂણે અંદર ને અંદર સળગતી એક જ્યોત દરેક ઘરમાં અને દરેક સંબંધમાં હોય છે, ક્યારેક આ જ્યોત દુર્લક્ષતા (એટલે કે તેલ સમાન લાગણીઓના અભાવે) કે કદી વધુ પડતી અપેક્ષારુપી
પવન ના ઝોકા થી બુઝાઈ જતી હોય છે
ચલોને આપણે આ જ્યોત ને પણ શોધી કાઢી, લાગણીરુપી ઘી પૂરી, અપેક્ષાઓ આડો હાથ ધરી એને એક અખંડ જ્યોત મા પરિવર્તિત કરીએ,
એક પવિત્ર અને પાવન અખંડ જ્યોત જે અંદરથી પણ એટલીજ શાંત હોય!!
#જ્યોત