આ અમર જ્યોત છે, દિલની જ્વાળા છે,
શહીદોના મસ્તક માઁ ભારતીની માળા છે.
કેસરની ક્યારી છે, એ નંદનવન છે ધરાનું,
સ્વાભિમાનની ધરતી છે, રક્તની ધારા છે.
પુકાર કરતી એ હેમરાજ, હનુમંતથપ્પાની,
ભાલ છે દેશનું, હિમાલયની પર્વતમાળા છે.
કશ્યપની તપોભૂમિ, શંકરાચાર્યની તપસ્યા,
શંકરનું એ ધામ છે, ભોલેબાબાના નારા છે.
કુરબાની શીખ ગુરુ તેગબહાદુરસિંહની છે,
પુરા કાશ્મીરમાં મનોજ બલિદાની માણા છે.
મનોજ સંતોકી માનસ
#જ્યોત