તું જ્યોત થઈ દીપક માં ભળી તો જો,
તું મારા જીવનમાં પ્રકાશ પાડી તો જો,
એક સારી સવારમાં તું મને મળી તો જો,
તું મારા જીવનમાં ઉજાસ પાડી તો જો,
હાથ પકડી ને મારી સાથે તું ચાલી તો જો,
મંજિલ સુધી પહોંચાડવા તું મંજિલ તો બની જો,
દૂર થી શું નજર મિલાવ્યા કરે છે તું,
પાસે આવી ને મને નજરકેદ તો કરી જો,
રંગ બદલતી દુનિયામાં ઘણા મળશે તેને,
એક વાર મારા રંગમાં રંગાઈ તો જો,
ખબર છે બહુ કઠિન છે સાથે ચાલવું,
પણ એક વાર રાહદારી તો બની જો,
તને પ્રેમ કરવા વાળા ઘણા હશે તારા જીવનમાં,
એકવાર વિશાળ પ્રેમ મારા પ્રેમસાગરમાં પડી તો જો,
જીત ગજ્જર
#જ્યોત