Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવતા જગતીયુ
_____________


કર્મો એવા કર્યા છે તેમણે, નથી રાખ્યો ભલામણ પત્ર નો આધાર,
પ્રભુ,સુખ માં તમારી સાથે રહયા અને દુઃખ માં ઉઠાવ્યો કુટુંબ નો ભાર,

ગરીબીના પગથીયા ચડતા ચડતા ,આજ સુખ નાં સિંહાસને બિરાજમાન,
સુરેન્દ્રનગર થી વાયા લીંબડી થઈ ઊભા આજ અમદાવાદ ને દ્વાર,

વિમાન હજી ઉપડ્યું નથી,રિઝર્વેશન કરાવ્યું,જેમાં ઓપન ટીકીટ નો આધાર,
જીવતા જગતિયું ઉજવીએ,સાર એનો એટલો, જીવતા જગત માં ઉધ્ધાર,

જીવતે જીવત અરજી અમારી,તમે ખુલ્લા રાખજો સ્વર્ગ ના દ્વાર,
સદી જીવનની પુરી કરાવજો,પ્રભુ અમારી છે એવી મુરાદ,

૭૫ વર્ષ નાં અભિનંદન આપીએ , ૧૦૦ વર્ષે વેહચસું પ્રસાદ,
માસી તમને વંદન કરતા, માંગીએ તમારા આશીર્વાદ.

Gujarati Poem by Jayvant Bagadia : 111514296
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now