મશીન સાથે કામ કરી કરી ને મશીન થય ગયો છે માનવી,
ચિંતા માં ને ચિંતા માં પલ પલ મરી મરી ને જીવી રહયો છે માનવી,
ખબર નથી પડતી કે આ શુ કરી રહયો છે માનવી.
સમય બચાવવા માટે કેટલાયે સાધનો શોધ્યા, છતા બધી જગ્યા પર મોડો પડી રહયો છે માનવી,
કીલોમીટર અને મીટર ને બદલે સમય માં અંતર માપી રહયો છે માનવી,
ખબર નથી પડતી કે આ શુ કરી રહયો છે માનવી.
આજ કાલ વિસ્ફોટો થય રહ્યા છે ત્યારે ભીડ માં જતા ડરી રહયો છે માનવી,
ધર્મો અને તેમના પેટા ધર્મો વધારીને ધાર્મિકતા અને માનવતા ઘટાડી રહયો છે માનવી,
ખબર નથી પડતી કે આ શુ કરી રહયો છે માનવી.
લાખો બીમારિયો ના ઈલાજ શોધ્યા પછી પણ નવી નવી બીમારિયોનો શિકાર બની રહયો છે માનવી,
ઉંધ અન ભૂખ માટે દવા લય રહ્યો છે માનવી,
ખબર નથી પડતી કે આ શુ કરી રહયો છે માનવી.
સંતાનોની ની નટખટ્તા ને બદલે હાસ્ય ના કાર્યક્રમ જોય ને હસી રહ્યો છે માનવી,
માતા-પિતા ના દુઃખ ને બદલે પિક્ચર જોય ને રડી રહ્યો છે માનવી,
ખબર નથી પડતી કે આ શુ કરી રહયો છે માનવી.
ખબર નથી પડતી કે આ શુ કરી રહયો છે માનવી.
ખબર નથી પડતી કે આ શુ કરી રહયો છે માનવી.