હસવુ ના હાય તો પણ બધા સામે હસવુ પડે છે,
તો ક્યારેક ખોટુ ખોટુ રડવુ પડે છે,
તમાચો મારીને ગાલ લાલ રાખવો પડે છે,
સમાજ ને સારુ લગાડવા ના જાણે કેવુ કેવુ વર્તન કરવુ પડે છે,
કોય કેશે મને કે આ તે કેવુ જીવન જીવવુ પડે છે.
ના ગમે તેવુ કામ કરવુ પડે છે,
હર હમેશા કોય ને કોય સાથે formality કરવી પડે છે,
'sorry', 'thanks', 'please' તો જાણે હાથ વગા હથિયાર,
વાતે વાતે ખોટુ બોલવુ પડે છે,
કોય કેશે મને કે આ તે કેવુ જીવન જીવવુ પડે છે.
ના ગમતી રીત રસમ જિંદગી મા અપનાવી પડે છે,
આમ કરીશ તો સમાજ ની નય ગમે,
તેમ કરીશ તો દોસ્ત ની નય ગમે,
આવુ કરીશ તો પરિવાર ની નય ગમે,
આમ પોતા કરતા બીજા માટે વધારે જીવવુ પડે છે,
કોય કેશે મને કે આ તે કેવુ જીવન જીવવુ પડે છે.
ઍકલા ઍકલા અંદર થી રડવુ પડે છે,
ના ચાહવા છતા પણ કુટુંબ થી દૂર રેહવુ પડે છે,
પુરો દિવસ ઘડિયાળ જોય ને દોડવુ પડે છે,
સંબંધો કરતા સમય,પ્રતિષ્ઠા અન પૈસા ને વધારે મહત્વ આપવુ પડે છે,
કોય કેશે મને કે આ તે કેવુ જીવન જીવવુ પડે છે.
#બાજ