"ચા"
સુમધુર તારા કપ નો એહસાસ મે કરી લીધો.
એ "ચા"તારી સાથે જીવવાનો રસ્તો મે શોધી લીધો.
તારી અંદર રહેલા મીઠા પણા ના રસને મે પી લીધો.
તારા એક એક ઘુંટડે મળતા ઊર્જા ભર્યા સોક ને મે પામી લીધો.
તારી ઉકળતી વેદના માંથી,
નીકળતી વરાળની મહેકનો એહસાસ મે કરી લીધો.
વરસતા વરસાદ માં ભીંજાતા ભીંજાતા,
તારી ચુસ્કી થી ગરમ હુંફ નો મધુર રસ મે માણી લીધો.
થેપલા બિસ્કીટ ને ખારી સાથે રાખી,
ગાઠીયા ની સાથે તારો સંબધ મે જોડી દીધો.
એ "ચા" "સ્વયમભુ" મે તારા
મધુર સ્વાદ ને કહુંબા ના રૂપ માં માણી લીધો.
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"