Always be an active person..
આપણને હંમેશાં એવું લાગતું હોય છે કે રોજ એકનું એક કામ કરવાનું કંટાળો આવે. ખાસ કરીને એવી વ્યક્તિને જે housewife હોય છે અથવા તો મોટાભાગે ઘરમાં રહેવાનું હોય. રોજ જોબ કરતાં હોય એવા લોકોને પણ ક્યારેક તો એવું લાગે જ છે કે કાંઇક change મળે તો મજા આવે.
એક વાત યાદ રાખો કે કાંઈક ને કાંઈક નવું કરવાની try કરો. બધામાં કાંઈક ને કાંઈક talent હોય જ છે. કોઈને Painting કરવું ગમતું હોય તો કોઈને reading, writing, crafting, dancing... અત્યારે ઘણી બધી app પણ એવી છે કે જેમાં તમે તમારુ talent બતાવી શકો છો અને આ બધુ પણ શીખવું હોય તો YouTube છે જ. અને કંઇ જ ના ગમતું હોય કે ના ફાવતું હોય તો આજના digital યુગમાં YouTube માંથી જોઈ જોઈને નવી નવી recipes try કરવાની. ભગવાને digital યુગ આપ્યો છે તો એનો ફાયદો ઉઠાવો અને કાંઈક ને કાંઈક નવું કરો. રોજ વધુ નહી તો કઈ નહિ પણ માત્ર 15 થી 20 મિનિટ આપો.
આવું કરવાથી થોડો change પણ મળશે અને મજા પણ આવશે. સૌથી સારુ તો એ થાશે કે તમારુ mind active રહેશે. આખો દિવસ ખાલી કામ જ કરવાથી કે જોબ પર જ ધ્યાન આપવાથી boring life લાગવા માંડશે. Life નો આનંદ માણો.
કેવાનું માત્ર એટલું જ છે કે mind active રાખો અને નવું નવું કરવાની જિજ્ઞાસા રાખો અને try કરતા રહો. Life ક્યારેય boring નહી લાગે.
VRUNDA JOSHI