*ચાલ મોજથી જીવી લઈએ*..,🙂🙂
........................................
પરપોટા જેવી જીદંગી માં...
શું કામ કરીએ વેર...??
ફૂટી જઇએ, એ પહેલાં..
પ્રેમ સહુને બાટી દઈએ.
ચાલ ....
મોજ થી જીવી લઈએ...!!!
થોડું થોડું જીવવું ને ,.. .,
કોની સાથે બગાડવુ..??
સહન કરીને પણ .......
બધું જતું કરી દઈએ ..!!!
ચાલ...
મોજથી જીવી લઈએ!!
અકકડ સ્વભાવ છે .......,
મારો ને તારો....,
અહંમ ને ઓગાળીને......,
હળવા ફુલ થઈ જઈએ...!!!
ચાલ...
મોજથી જીવી લઈએ!!
એકલો આવ્યોને, એકલા જવાના
ખાલી આવ્યાં ને ખાલી જ જવાનું.
બંધ મુઠ્ઠીને ખુલ્લી કરી દઈએ!!!
ચાલ...
મોજથી જીવી લઈએ!!!
કમાયો ધન-દોલત ને આબરૂ..,
મેળવ્યા માન-પાન ને મોટાઈ..,
સહજ ને સરળ બનીને.....,
ચાલ....,
મોજથી જીવી લઈએ !!!!
અહંમ પોષીને થયો તું અભિમાની,
ધનના મદમાં ભૂલ્યો અભિલાશી..,
શરણાગત થઈ ત્રિલોકનાથને..
કહે *બાપુ* કર જોડી ને સહુને.....,,
એમને નમન કરી લઈએ..
ચાલ...
મોજથી જીવી લઈએ