#બાજ નજર છે મારી,પણ ઉડી નથી શકતો,
ચિંગારી છે ભીતર મહિં,પણ જ્વાળા જગાડી નથી શકતો
એ ખુદા, તારું દીધેલું સુખ,દુઃખ, સઘળું ય મને મંજૂર છે,
પણ જો તો ખરો, હું પડી ગયો છું, તું મને કેમ ઝાલી, નથી શકતો
બની શકે કે આ સઘળી તારી લીલા હોય, તું મને ઈશારો કેમ આપી નથી શકતો,
અગર ખબર હોત કે, તું જ મારો સારથી છે...,તો હું થોડું સ્થિરતાથી જીવી શકતો.
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૧૯ જુલાઈ ૨૦૨૦
#બાજ