Gujarati Quote in Song by Krishna

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભીંજાઈ હૈયાની ધરતી રે,
શરમાયું આંખોનું આભ,
ટહુંક્યા રે મનનાં મોરલિયા રે,
આંગણિયે લીલી લીલી છાબ,

કે આ મોસમ- મોજ- દરિયામાં
નદી થઇ વહી જય રે,

ધીમો ધીમો વરસાદ,
પ્રીત દેછે કોઈને સાદ રે,
ભીનાં સપના ને ભીની રાત રે,
આ ધીમો ધીમો રે વરસાદ.

કોઈ જો પોતાનું હોય તો,
દુનિયા વ્હાલી લાગે રે,
એની હારે બે મીઠી વાત રે,
કોઈ બીજું કંઈ શું માંગે રે,

એના રંગો અંગે અંગે,
અંગે અંગે આવી રંગે,
હું ઉમંગે ઉમંગે હરખાઉં રે,

ધીમો ધીમો રે વરસાદ રે,
પ્રીત દેછે કોઈને સાદ રે,
ભીનાં સપનાં ને ભીની રાત રે,
ધીમો ધીમો રે વરસાદ રે.

Gujarati Song by Krishna : 111513737
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now