શૈશવથી જે આંગળી ઝાલી,
તે પપ્પાએ અચાનક છોડી,
આંગળી છૂટીને સમજાયું,
કે મારું કોઈ નથી
એકલી છું ને એકલી ચાલીશ,
એમ મારા મનને મનાવ્યું...
પિતાનું મન ભાંખ્યું તો સમજાયું કે,
મારા જીવનનો આખો ભાર તો એમણે જ ઉપાડ્યો,
એમનો ક્ષીણ હાથ ને ચહેરાની કરચલીઓ,
આજે મને દેખાઈ
એમની વિચારસરણી આજે મને સમજાઈ...
-પ્રિયાંશી