Gujarati Quote in Thought by Dipti N

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સહેલું
    જોબ પર જતી વખતે સીધા રસ્તે ચાલતા ચાલતા અચાનક રસ્તામાં બ્રેક મારવી પડી સીધા સપાટ અને મખમલ જેવા રોડ કાયમ તો ક્યાંથી આવે? ક્યાંક ક્યાંક વચ્ચે ધૂળ,કાંકરીઓ અને તૂટેલા રસ્તા આવતા હતા અને મારે સતત બ્રેક મારવી પડતી હતી! બરાબર તે જ વખતે મારી બાજુમાં થી એક સ્કુટર એકદમ વીજળી વેગે પસાર થયું અને થોડે આગળ પોચ્યુ તો સ્કૂટર અને તેની પર સવાર હતા તે બધા રસ્તા પર પડ્યાં હતા. અને ત્યારે જ આ વિચાર આવ્યો કે આજે દરેક ની પૂરપાટ દોડતી જિંદગીમાં અચાનક બ્રેક મારવાની જરૂર લાગી ગઇ છે.આજે તો દરેકની જિંદગી ખૂબ જ અઘરી થઈ ગઈ છે. કેમકે જિંદગી ની પૂરપાટ ચાલતી ગાડી માં આજે કોરોનાએ બ્રેક લગાવી દિધી છે, અને એક મોટું સ્પીડ બ્રેકર એટલે ઈશ્વર ની આરાધના જેની માટે આપણે બ્રેક લગાવી ને ગાડી ધીમે પાડવી જ પાડશે.આમાં કોરોના  મોટા પથ્થર,કાંકરા ની જેમ વચ્ચે આવી ગયો છે,જો તેમા કામ વિના બહાર નીકળવા પર બ્રેક રાખશું તો ગાડી દોડી જશે નઈ તો કાકરા પર જિંદગી નું સ્કુટર પડી જશે તો તમામ મિત્રો ઘરમાં રહો, કોરોના એકલો એકલો આટા મારીને થાકી હારી જતો રહેશે. સહેલુ છે આ અઘરું નથી બસ સહકાર તમારો....

Gujarati Thought by Dipti N : 111512302
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now