#અભણ (લઘુકથા....)
દીકરા નું 10 માં નું પરિણામ આવ્યું....
પપ્પા બોલ્યા વાહ બેટા સરસ....
રસોડા માં દીકરા ના પરિણામ ની રાહ માં
લાપસી બનાવતી તેની પત્ની ને સાદ પડ્યો,
એ સાંભળે છે ?
આપણો દીકરો 10 માં ધોરણ માં
90% અને 98 pr સાથે પાસ થયો છે...
તેની પત્ની દોડતી-દોડતી આવી..
બોલી બતાવો મને પરિણામ !
દીકરો બોલ્યો એ english માં છે,
મમ્મી તું #અભણ છે ને,
તું રેવા દે, તને નઈ ખબર પડે..
માં ની આંખ છલકાઈ ગઈ પણ
બિચારી કઈ બોલી ના શકી..
ત્યારે તેના પપ્પા બોલ્યા;
બેટા અમારા લગ્ન ના ત્રણ જ મહિના માં
તારી મા ને ગર્ભ રહ્યો હતો,
મેં કહ્યું ચાલ #abortion કરવી લઈએ,
હજુ તો જિંદગી માં કઈ ફર્યા જ નથી આપણે, તેણે ત્યારે મારી વાત નો વિરોધ કર્યો,
કારણ કે તે #અભણ છે,
તારી મા ને દૂધ નથી ભાવતું પણ તને
પોષણ મળે એ માટે તેણે 9 મહિના દૂધ પીધું, કારણ કે તે #અભણ છે...
તને સવારે 7 વાગ્યે શાળા એ મોકલવા
એ પોતે 5 વાગ્યે જાગી ને તારા માટે
તને ભાવતો નાસ્તો બનાવતી ,
કારણ કે તે #અભણ છે...
તું રાત્રે વાંચતો- વાંચતો સુઈ ગયો હોય
ત્યારે તે તારી બુક વ્યવસ્થિત મૂકી,
તને ગોદડું ઓઢાડી
તારો મોબાઈલ ચાર્જ માં મૂકી,
હળવેક થી બત્તી બંધ કરી દેતી,
કારણ કે તે #અભણ છે...
આજ સુધી તે પોતે દેશી હોવા છતાં પણ
તને વિદેશી સગવડો આપી છે, કારણ કે તે #અભણ છે...
તું નાનો હતો ને ત્યારે રાત્રે બહુ બીમાર પડી જતો, આખી રાત તારા માટે એ જાગતી રહે
અને સવારે વળી પાછી પોતાના
કામ માં વળગી જાય,
કારણ કે તે #અભણ છે...
તને સારા કપડાં પેહેરાવવા તે પોતે
સસ્તી સાડી માં ચલાવી લેતી,
કારણ કે તે #અભણ છે....
બેટા ભણેલા ઓ ને તો પ્રથમ પોતાનો
સ્વાર્થ દેખાય, પણ તારી મા એ
આજ સુધી ઘર માં પોતાનો સ્વાર્થ નથી જોયો,
તે આપણું જમવાનુ બનાવવામાં ક્યારેક
પોતે જમતા ભૂલી જતી....
તેથી હું ગર્વ થી કહું છું કે મારી
જીવનસંગીની #અભણ છે...
દીકરો આટલું સાંભળી રડી પડ્યો
અને બોલ્યો: માં હું તો માત્ર કાગળ પર જ
90% લાવ્યો છું,
પણ મારા જીવન ને 100% બનાવનારી
પ્રથમ શિક્ષક તું છે...
અને જે શિક્ષક નો વિદ્યાર્થી 90%
લાવતો હોય, તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે
એ તો હું વિચારી જ ન શક્યો...
માં આજે 90% સાથે પણ હું #અભણ છું,
અને માં તારી પાસે આજે
phd. થી પણ ઉંચી ડિગ્રી છે...
કારણ કે આજે મેં #અભણ માં ના સ્વરૂપ માં ડોક્ટર
શિક્ષક
સારી સલાહકાર (વકીલ)
મારા કપડાં ને સિવતી ડિઝાઈનર
અને બેસ્ટ કૂક
વગેરે ના દર્શન કર્યા છે.....🙏