તું મળે જો અત્યારે તો ગળે વળગી લવ,
એક એક પ્રેમભરી ક્ષણ ને હું સાચવી લવ..!
ચાલ ને આજ આપણે એકબીજાને મળીએ,
એકબીજાને મનભરીને પૂરેપૂરા જાણી લઈએ...!
ઘણા સમય થી આપણે મળ્યા નથી,
મળીને એકબીજાના સુખદુઃખ જાણી લઈએ..!
ભલે હોય આપણા જીવનમાં સુખદુઃખ,
ચાલને મળીને એકબીજાના સુખદુઃખ બાટી લઈએ...!
કોઈ રોમાંટિક સ્થળે જઈ આપણે બેસીએ,
મળીને એકબીજા પર પ્રેમ વરસાવીએ..!
બધું ભૂલી ને આવીજા ને મારી પાસે તું,
એક નવું મકાન બનાવીને ઘર વસાવીએ..!
જીત ગજ્જર