એમ જ તમે આ ધરતીનું મૂલ્ય ન કરી શકો,
કૃપા છે શહીદોની, નહિતર એમ ન ફરી શકો.
એમના રક્તના ટીપાં પડ્યા છે આ ધરા પર,
તમે માત્ર વાત કરો, એક ઘાવ ન ખમી શકો.
એ રૂપ કેવું રૌદ્ર હશે, કર્યો હશે સંહાર શત્રુનો,
તમે એમને એક સામાન્ય માણસ ન ગણી શકો.
આદર તો આપો મનોજ તમે એ તમામ વિરોને,
બલિદાન છે પાયામાં, સત્તા એમ ન પામી શકો.
મનોજ સંતોકી માનસ
#ધરતીનું