તૂટેલી દોસ્તી....
કશું ના રહ્યું હવે જીવનમાં,
જે હતું એ દઈ દીધું દોસ્તીમાં,
નિભાવી મે નિષ્ઠા સહ સાથે,
બસ વિશ્વાસ ના આપવી શકી,
હજીય એ જ પ્રેમ છે મનમાં,
બસ જતાવી શકવાનો હક નથી!
ગુનો એ જ કે વધુ પ્રેમ હતો,
વધુ આશાઓ હવે નીરસ બની!
સાથ નિભાવવાના વચનો હવે,
અટ્ટહાસ્ય કરે ક્યાંક ને ક્યાંક,
ને બસ એ મજાકમાં રુદય ને,
આંખો રડી લે ક્યાંક ને ક્યાંક!
અવાજ ના કરે છતાંય,
વિલાપ કરે મ્હાય ને મ્હાય!
નહિ જીરવાય સામે ને સામે,
નજરની સામે તૂટેલી દોસ્તીને!
- સેતુ