હિલ્લોળાઈ રહ્યાં છે નીર
બેહેકેલી યમુના ધુનિના આજ,
એને શાંત થઈને મહાસાગરમાં
સમાતાં સહેજ વાર લાગશે...
ભડકી ઉઠી છે જ્વાળા
કોઈક ગુપ્ત સ્વત્વ અલોપાયાની,
એને રાખ થઈને શૈત્યમાં
સમાતાં સહેજ વાર લાગશે...
કંપી ગઈ મારી આત્મા
એક અજ્ઞાત મંછાના સંશયથી,
એને અંકુશની પનાહમાં આવીને
સમાતાં સહેજ વાર લાગશે...
પ્રેમ તો અવિરત જ
વહી રહ્યો છે કૃષ્ણનો,
પણ બસ.......
રાધાને કૃષ્ણની ધારા, સમજીને
સ્વીકારતાં સહેજ વાર લાગશે...