Gujarati Quote in Poem by Ashvin Sutariya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થવાનું છે, તે થયા કરે
આતુર મન ભટક્યા કરે

પ્રથમ મળેલી આંખોનો,
પ્રેમનો પવન ફૂંકાયા કરે.

શાયર બની શાયરીમાં,
શબ્દોનો ધોધ વહ્યા કરે.

વસંતે આમ્રકુંજ મંજરીમાં,
કોયલનું ગીત સદા ગાયાં કરે.

શીતકાળે તરુવર વનરાજીના,
સમીર શીત સૂસવાટા ભર્યા કરે.

ઉષ્ણકાળમાં તપતી ધરતીના,
વા- વંટોળ ગરમ ફુંકાયા કરે.

વર્ષાકાળે જળ મળે સરિતામાં,
સાગર છલોછલ ઘુંઘવાટા કરે.

મર્કટ જેમ ચંચળ મન કૂદાકૂદમાં,
તરંગમય વિચારોમાં ચર્ચા કરે.

સૌ કોઈ નાશવંત જીવ લીલામાં,
જન્મમરણના ફેરા ભૂલ્યા કરે..


#આતુર

Gujarati Poem by Ashvin Sutariya : 111508783
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now