Gujarati Quote in Poem by Ramesh Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્વાસે શ્વાસે યાદ કરુ છું તમને
પળ પળ મરુ છું તમારા વગર
આ આગ સમાન ક્રૂર મંજિલમાં
કેવી રીતે ડગ ભરું તમારા વગર
જીવન તો જીવું છું જવાબદારી સાથે
કોઇ ઉત્સાહ કે ઉમંગ વગર
મોહ -માયામાં ફસાયો છું પણ,
ક્યાંય મન નથી લાગતું તમારા વગર
હ્દયની વેદના ઠાલવું છું કલમ થકી
કોણ સમજનાર છે તમારા વગર
દિવસ-રાત ઝૂર્યા કરુ છું યાદો માં
અશ્રુ વિરહના ભરી લઉ છું તમારા વગર
"કાશ"હું પણ આવી શકતો હોત સાથે
આમ એકલું નથી જીવાતું તમારા વગર.
#મૃત

Gujarati Poem by Ramesh Parmar : 111508737
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now