Gujarati Quote in Thought by Aarti bharvad

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ આર્મી માં હતો, હુ એના આવવાની રાહ જોતી હતી કે ક્યારે એની રજા મંજુર થાય ને એ 🏠 ઘરે આવે,

કોઈ એ કહ્યું કે એ આવે છે, અમે એને લેવા માટે વડોદરા જઈએ છીએ,

આ સાંભળી ને હું ખૂબ ખુશ થઈ ગઈ, મનમાં હવે તો એને જોવા ની તત્પરતા વધતી જતી હતી, કે બસ જલ્દી થી એ ઘરે આવી જાય,

એટલા માં તો કોઈ એ આવી ને કહ્યું, એ શહીદ થઈ ગયા છે બધા લોકો એમના પાર્થિવ મૃત દેહને લેવા વડોદરા ગયા છે,

આ સમાચાર સાંભળીને મારી આંખો અને મન સ્તબ્ધ બની ગયા

મારી આંખો એના આવવાની રાહ જોતી હતી અને એનો મૃત દેહ મારી આંખો ની સામે હતો,

ત્યાર થી આજે પણ મારી આંખો એના આવવાની રોજ રાહ જોવે છે.મન માં તો એના આવવાની ઉમ્મીદ હજુ પણ છે કે એ ક્યારે ક તો પાછો આવશે.





#મૃત

Gujarati Thought by Aarti bharvad : 111508701
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now