Gujarati Quote in Thought by Leena Pratish

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#બરાબરને ?

પ્રેમ અને પુસ્તક

શું ખરેખર અંતર નથી?

હું, પુસ્તકના
એક એક શબ્દની જેમ
તારામાં છવાઇ જઉં;
પછી પુસ્તકની જેમ
ક્યારેય ઉધઇ નહી ચડે મારા પર!
તારે પૂઠુ નહી બદલવું પડે
વખતોવખત.
અને હું આજે તારી,
કાલે બીજાની અને
એક દિવસ
કાચના બારણાં પાછળ બંધ નહી હોઉં.

મારા કોઇ પાના પર
હળદરના ડાઘ કે
છલકાયેલી શાહી નહી હોય.

પણ એ યાદ રાખજે,
આ તો જ;
જો તું પુસ્તકના
શબ્દે શબ્દની જેમ
મને વાંચી લે??!=

©લીના પ્રતીશ

Gujarati Thought by Leena Pratish : 111508413
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now