*કલમ*
🖋️🖊️🍴🖊️🖋️
કલમ ને કડછી,
ભાલો ને બરછી,
આજની નારી
પુરુષ સરીખી...!
કડછીમાં તો એ હોય જ માહેર,
પણ કલમ ચલાવી શકે છે એ પણ જગજાહેર...!
મનની વ્યથા પર પણ લગાવી મલમ,
ચલાવી જાણે છે એ કલમ...!
ભાંગીને ભુક્કો થઈ ગયા બધાંયના ભરમ,
સળગાવી જ્યારે એણે જીગરથી મુશ્કેલીની ચલમ...!
સચ્ચાઈ કહેવામાં ના કોઈની હવે રાખી છે શરમ,
કહેતી નથી હવે રડીને કે ફુટ્યાં મારા કરમ...!
સમજે છે એ સૌથી સારી રીતે પોતાનો ધરમ,
સહજ સમજતી જીવનના આ ભેદ
અને ભરમ...!
લડે છે એ હજુય પોતાના હક્ક ખાતર,
છતાંય પોતાનાં પરિવારને ય સિંચતી રહેતી પાણી અને
ખાતર...!
ઘરે પુરાયેલ સ્ત્રીને
લાગી છે પાંખો,
એની ક્ષમતા પર મંડરાતી એટલે જ દુનિયાની આંખો....!
સૌને કહેતી બદલો
હવે તો
સ્ત્રી સામે જોવાની આ દ્રષ્ટિ,
ઘર,પરિવાર સિવાય પણ દરેક સ્ત્રીની હોય
એક અલગ સૃષ્ટી...!
વિહરવા દો,
આપો એને એના ભાગનું આકાશ,
પછી જુઓ,
એના થકીજ થશે રૂડા
વિશ્વનો આગાઝ...!
🖋️🖊️🥳🖊️🖋️
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*