*પ્રાર્થના*
🙏🏻🌹🕉️🌹🙏🏻
કર જોડી કરીએ નમન.
હે પ્રભુ,
બહું થયું.
હવે તો કર તું આ કોરોનાનું શમન...!
સઘળી ભલાઈ ને સઘળી બુરાઈ ,
હવે તો બધી ય
બારણે પુરાઈ...!
થઈ ગયાં બધાંય ગુણ ને અવગુણના વમન,
હવે તો કર ને આ કોરોનાનું ગમન...!
તું કહે તો સઘળું ય દઈએ તારા પર ઓવારી,
હે પ્રભુ,
હવે તો રોક ને આ ભયંકર ખુવારી...!
કરતાં સહુ આર્તનાદ,
સાંભળ સહુની પ્રાર્થના,
ભગાડ આ ભૂતાવળ કોરોના ...!
થયા સહુ બહુજન ત્રાહીમામ ,
હે પરમકૃપાળુ પરમેશ્વર...
પાહીમામ પાહીમામ,
તારા ચરણોમાં અર્પણ ચારે ધામ...!
નમો નમો..!
હે શંકરા..!
સુન અમારી અર્ચના,
દુર ભગાડ આ કોરોના...!
🙏🏻🌹🕉️🌹🙏🏻
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*