Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*નિજાનંદ*
🌀🧿🌀🧿🌀
આમ તો ફરે છે રોજ એજ ઘટમાળ,
નથી કોઈ કામ એવાં જેમાં થઈને રહીએ
રમમાણ..!
રોજ એની એજ રોજનીશી,
એની એ જ ચોવીસી..!
રોજ ઉઠવું ,ખાવું -પીવુ કામ કરવુ ને સુવું,
કો'કવાર થાય આવું જીવતર તો સાવ મુવું..!
રોજ એની એજ ઘટમાળ,
જીવન છે કે કાટમાળ..?!
કરવું છે જીવનમાં કઇંક નવું એવી ઘણી છે આરત,
અધુરા સપનાઓ પુરાં કરવાની છે ય ચાહત...!
વરસોના વરસો ગયાં ફક્ત પરિવારની જ કરી દરકાર,
સૌએ એમાં આપ્યો ય સહકાર...!
નિજ શોખના રખરખાવમાં રહી
ગઈ બેદરકાર,
કરવી છે હવે ખુદની
થોડીક દરકાર...!
બહું થયું હવે કરવી છે પોતાના ભાગનાં આકાશની ખેવના,
લગભગ દરેક ગૃહિણીના મનની
એકસરખી છે વેદના..!
ઉઠાવી છે કલમ ને મારી લાગણીને આપી છે વાચા,
માફ કરજો,અગર મારા શબ્દો થોડાક
લાગે જો કાચા..!
ભલે રહી ખુદ માટે અસ્તવ્યસ્ત,
હવે નહી થાઉ મારી
જાતથી ત્રસ્ત...!
થવા નહીં દઉં મારી
જાતને સ્વ નજરથી
ધ્વસ્ત,
ગમતીલા કામોમાં જ રહીશ હું સદૈવ
વ્યસ્ત,કામો કરીશ હું મસ્ત મસ્ત,
બનાવીશ મારૂં એક આગવું વિશ્વ જબરજસ્ત...!
બનીશ હું,
આનંદ નંદન !
આનંદ નંદન !
નિજાનંદને મારા હું વરીશ,
એના ચરણોમાં વંદન હું કરીશ..!
અસ્તિત્વનો ઉત્સવ ઉજવીશ આનંદે,
નિજાનંદે ! નિજાનંદે !
🥳💃👑💃🥳
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111508131
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now