*પાંપણ*
🤔👀👁️👀🤔
જેમ ફાવે તેમ જોવા મથતી આંખો,
પાંપણો કહેતી તમારી દ્રષ્ટિને જરા ચિલમનમાં રાખો..!
આંખોને શું જોવું એના હોતાં નથી માંપણ,
એટલેજ તો પ્રભુએ દિધી પાંપણ..!
આંખોને તો શું ?!
જેવું તેવું જોતી રહેતી,પછી ડંખતી બની ને સાંપણ,
પણ એને એમ કરવાથી પણ રોકતી રહેતી પાંપણ...!
જીંદગીના અંતે પણ જોઈશે ખાંપણ,
જ્યારે હંમેશ માટે બિડાશે પાંપણ...!
પાંપણનો પળ પળ ઉપયોગ,
આંખ ને પાંપણનો ગજબનો મહાઅભિયોગ...!
હજુય હું ન સમજી શકી એક વાત,
પાંપણ થકી આંખને તદ્દન નિરાંત...!
આંખને પાપ કરતાં રોકતી તોય કહેવાય પોતે પાંપણ,
એમાં આ મનુષ્યના શબ્દોનું આવું કેવું
વરવું ડહાપણ...?!
પણ,
*પાંપણ તો પાંપણ*,
*સ્વિકારતી આંખોનું બિડાયેલું સમર્પણ ...!*
👁️✌🏻👀✌🏻👁️
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*