ક્યારેક સાવ આમ અચાનક ઉલેચાઈ જવું ગમે છે. 15 મે ના રોજ એક અધૂરી દાસ્તાં નો પ્રથમ ભાગ પ્રકાશિત કર્યો હતો અને આજે બે મહિને પાંચેક નવલકથાઓ હપ્તાવાર ચાલે છે... લગભગ દસેક હજાર લોકોએ આ બે મહિનામાં મારી કૃતિઓને વાંચી છે... કોઈક કોઈક વાચકોના મેસેજ પણ આવ્યા છે કે ગમ્યું...આગળનો ભાગ ક્યારે આવશે ? ત્યારે આનંદ થી ઉભરાઈ જવાયું છે...
ભીતર ભીતર એક સર્જક હંમેશા જીવ્યો છે... જેને એક હમસફર તરીકે હંમેશા સાથ આપ્યો છે. જેના થકી હું બીજાને પ્રેમ આપી શક્યો છું... ક્યારેક લખતા લખતા આંખો ભીની થઈ છે તો ક્યારેક એ એહસાસ તરબતર કરી દે છે... બસ જ્યારે જરૂર પડે ત્યારે કલમ ઉઠાવી લઉં છું... અને મારી કહાનીઓની દુનિયામાં પહોંચી જાઉં છું જ્યાં માત્ર પ્રેમ છે શાશ્વત પ્રેમ... એ સૃષ્ટિ મારી પોતાની છે, એકલાની... જ્યાં કોઈ વિવાદ નથી માત્ર સંવાદ છે... મારા અને મારા પાત્રોના...
વાચકોના આભાર સાથે...