મોબાઈલે મુઠ્ઠી માં કેદ કર્યા છે
______________________
દૂર દૂર નાં ને ખૂબ નજીક કર્યા છે,પણ નજીક નાં ને બહુ દૂર કર્યા છે,
જાણે કે આખી દુનિયા ને મોબાઇલે મુઠ્ઠી માં કેદ કર્યા છે.
રમવા માટે હવે ક્યાં મેદાન રહ્યા છે?, પાડોશી એ એમના ઘર બંધ કર્યા છે,
ખો ખો , લૂપા છૂપી ખોવાઈ ગયા છે,
મોબાઇલે બાળપણ ને પણ અંધ કર્યા છે,
સાંભળ્યું છે કે બંધ લાઇબ્રેરી માં પુસ્તકો એ આપઘાત કર્યા છે,
તપાસ કરતા ખબર પડી કે મોબાઈલ તેમાં કારણ બન્યા છે,
શિખામણ નાં શબ્દો બધા એ ફોરવર્ડ કર્યા છે,કોઈ એ ક્યાં એને હૃદયમાં ધર્યા છે?,
પીડા નાં શબ્દો અને હરખ નાં તેડાં મેસેજ થયા છે,પણ ક્યાં અંતર થી અંતર નાં મેળ થયા છે?,
સુખા હ્રુદય થી બધા નાં શબ્દો વહેણ થયા છે, સાચું પૂછો તો બધા એ પોતાના કર્મ કર્યા છે,
કોઈ કહે છે મોબાઈલ થી સમય બચી રહ્યો છે ,ઘણા કહે છે એણે સમય ને બરબાદ કર્યો છે,
કવિરાજ કહે આવિષ્કાર તો સારો રહ્યો છે,પણ ઘણા એ ઉપયોગ તેનો ખોટો કર્યો છે.