#બુલંદી
સાવ અટવાઈ ગઈ છું,
ને સાવ ખરપાઇ ગઈ છું.
જીંદગી નામની રમતમાં,
સાવ વપરાઈ ગઈ છું.
તને શું માનું છું?
એનો જવાબ નથી.
મનની મગજમારીમાં,
સાવ બઘવાઈ ગઈ છું.
થાકેલા પગે દોડતાં,
હાથમાંથી છૂટેલા સપના;
જલ્દીથી પકડી લેવા;
સાવ રઘવાઈ થઈ છું.
શું જીત્યું શું પરાજ્યું,
મળ્યું કેટલું ને ગયું શું?
સરસાઈ કોઈ દેખાતી નથી.
સાચું કહું તો ઘસાઈ ગઈ છું...
©લીના પ્રતીશ