Gujarati Quote in Religious by Jay Patel

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મેલાવી મે તો સોનાનો બાજોઠ
ને બિછાવ્યો મે તો મલમલના આસનીયા
ને દીધું આહ્વાન મે તો હરખાતા હરખાતા
કે પ્રભુ પધારો મારે મારે ધામ રે..
આવી હરિ મારે બારણે ઊભા
નિરખી આ તમામ રે
ના બિરાજે ના ના પ્રવેશે નાથ મારે ધામ મહિ
ખૂણે ઊભો વિચારું ના મળે કોઈ તાગ વળી
બાજોઠ મારો સોનાનો ને મલમલ તણા આસનીયા
દીધા મે તો હરિ કાજ શું ખપ રહી વહાલા મારે સેવામાં આજ
મલકી હરિ બોલ્યા સોના રૂપા ના બાજોઠ કરતા
ચડિયાત "હ્ર્દયાસન"
મલમલ સૂતરના ગાદલા થી વધુ પસંદ "ભક્તિઆસન"
જોડી ને બેવ કર નામસ્કાર કરુ હું તને લીલાધર
ને દઈ હ્ર્દયાસન માં સ્થાન તને હું તો ધન્ય થયો ગિરિધર
"જય"

Gujarati Religious by Jay Patel : 111507194
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now