છે મારી મુઠ્ઠી જેટલું આકાશ મારી પાસે
બેચાર ફોરા,ક્યાં વરસાદ છે મારી પાસે
કરી હિમંત,દોટ મૂકી દીધી છે મેં અચાનક
તુજ સુધી પહોંચાડતી,ક્યાં પગદંડી મારી પાસે !
વર્ષો તલક એકલા અટરીએ થી નિરખતી રહી
આંખ ને ઠરે એવી,તસ્વીર ક્યાં મારી પાસે
તુંજ તો સરનામું છે મારી હરખુશી નું
તને માંગ માં ભરુ, એવી ક્યાં તકદીર મારી પાસે
કરી હથેળી લાલ,સફેદ રંગ હું પૂરું છું
રંગીન ફલક પર થાય મિલન,એવી શક્યતા ક્યાં મારી પાસે
©ગીતા એમ ખૂંટી
13/7/2020