હાલમાં જ આપણે હિમ્મત નું અેક ઉદાહરણ જોયું. એક લેડી કોન્સ્ટેબલે તેની ફરજ બરાબર નિભાવી, સુનીતા યાદવ.
છોકરીઓ સાથે અમુક ક્રૂરતાભરી ઘટનાઓ બન્યા પછી સરકારે નિયમ બનાવ્યો કે રાતના મોડા સુધી કોઈપણ સ્ત્રી કે છોકરીને કામ ના સ્થળે રોકી શકાય નહીં.
તે છતાં પોલીસ ખાતામાં મહિલાઓને શા માટે રાતની શિફ્ટ આપવામાં આવે છે??? શું તેઓ માણસ નથી???
શું એ મહિલાઓ ને જીવનું અને આબરૂ નું જોખમ ના નડે?
શરમની વાત તો એ છે કે એના જ ડિપાર્ટમેન્ટના લોકોએ એની હિમ્મત તોડવા પ્રયત્નો કર્યા.
સવાલ એ પણ થાય છે કે આ નેતાઓ જે અસલ મા લોકોના સેવક છે, તેમને મન કાયદાની કોઈ ઈજ્જત જ નથી. આટલી નાલાયકી કરવાની હિંમત તેમનામાં ક્યાંથી આવી?
આપણા PM એ પોતે જ આવા બધા જ ને કહ્યુ છે કે પ્રજાના સેવક બનજો, છતાં આ લોકો એટલા બેશરમ છે કે આપણા PM ની પણ જરાય બીક કે શરમ નથી.
બહુ સરસ વાત એ થઈ કે આપણાં મા થી ઘણાં લોકોએ સુનીતા યાદવ ની એના સારા કામ માટે હિંમત વધારી.
આપણાં બોલવાથી સારા લોકોની હિંમત વધે છે અને નહીં બોલવાથી ખરાબ લોકો ની હિંમત વધે છે.
#હિંમત