ડેલીએ ન હોય ડાયરાને ઓરડીયે અંધેર,
ભેદું કવી મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર,
મિતર નય કોય મલકમાં જગ આખાથી વેર ,
એકલો પોતે આઠડે પઁસિ એનું જીવન ખારું ઝેર.
ગમે તેં વસો ગામડે અને સાયતે વસો શેર ,
પણ દોલત વગરનું દુનિયામા જીવન ખારું ઝેર.
ખેતર વાડી અને ખોરડા ભલે હોય મહા પ્રભુની મેર,
પણ કજીયાળી મળી જય કામની પ્સે એનું જીવન ખારું ઝેર.