૨૧.૦૬.૨૦
પ ને કર્યો કાનો...
'પ' ને કર્યો કાનો ને થઈ ગયો 'પા' ,
પણ જીવનમાં એના વિના બધી છે ના.
હોવ હસતો કે હોવ રડતો,
છે મારી સાથે 'પા'.
ફરક નથી પડતો એને હું કહું હા કે ના,
બસ મુજ કલ્યાણ કેરો એનો હંમેશાં,
'રાણા કેરો ઘા'.
હ્રદયે કોમળ પણ વચને કઠોર,
ન થાકે, ન 'પાકે',
એવો મારો 'પા'.
ન ટાળે, ન વાળે,
સમય આવ્યે ટપારે,
અનુભવોનું ભાથું બસ ચખાડે...
સલાહો નો ભાર ન મુકતા,
સંસ્કાર, સુચન, સહકારનો,
મિત્ર કેરો ભાવ પ્રસારે...
એવો મારો 'પા'.
પ' ને કર્યો કાનો ને થઈ ગયો 'પા' ....
દીપક (9979496136)